એશિયાના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંતે રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કર્યા. વરમાળા બાદ શુક્રવારે રાત્રે જીયો વર્લ્ડ સેન્ટર ખાતે લગ્ન, સાત ફેરા અને સિંદૂર દાનની વિધિ કરવામાં આવી હતી. આજે (13 જુલાઇ) શુભ આશીર્વાદ સેરેમની છે. આ કાર્યક્રમમાં પીએમ મોદી પણ હાજર રહેશે તેવી શક્યતા છે. મહેમાનોની મુંબઈ પહોંચવાની પ્રક્રિયા આજે પણ ચાલુ છે.