રાજકોટ ભાવનગર હાઈવે પર એક ટ્રક બેકાબુ બન્યો હતો અને ઉભેલા ચાર વાહનોને ઠોકર મારી નુકસાન પહોંચાડ્યું હતું. ટ્રકના આવા તરખાટથી આસપાસમાં લોકોમાં નાસભાગ મચી હતી. રાત્રિના 3.30 કલાકના સમયે ટ્રકનું સ્ટિયરિંગ અચાનક લોક થતાં ચાલુ ટ્રક બેકાબુ બની ગયો હતો અને રોડ ની સાઇડ પર ઉભેલા વાહનોને હડફેટે લીધા હતા, જેમાં ત્રણ ફોર વ્હીલર એક બાઈક હડફેટે લીધા હતા જો કે અડધી રાતનો સમય હતો અને રોડ પર અવરજવર નહીંવત હતી જેથી અકસ્માતમાં કોઈ જાનહાની ન થઇ.
જો આ ઘટના દિવસે બની હોત તો નુકસાની વધવાની શક્યતા વધુ હતી. આ હાઇવે ટ્રાફિકથી સતત ધમધમતો રહે છે. બે વર્ષ પહેલાં એક ચાની દુકાનમાં ટ્રક ઘુસી ગયો હતો અને ચા પીતાં આધેડનું મોત નિપજ્યું હતું. આથી આ વિસ્તારમાં તૂટી ગયેલા બમ્પ ફરી નવેસરથી બનાવવામાં આવે તેવી માગણી ઉઠી છે.