રાજકોટ જિલ્લાના વિરપુરમાં કારખાનામાં કામ કરતાં મુળ યુપીના વૃદ્ધનું વીજ લાઇનને જેક અડી જતાં કરંટ લાગવાથી મોત નીપજ્યું હતું. યુપીના હાથરસના વતની મહિપાલ શ્રીભુરીભાઇ સિંઘ (ઉ.વ.59) ટ્રક ડ્રાઇવિંગ કરતાં હતાં. તેઓ વિરપુર આવ્યા હોઇ ફેક્ટરીમાં જેક ઉંચો કરતી વખતે વીજ લાઇનમાં અડી જતાં કરંટ લાગતાં બેભાન થઇ ગયા બાદ મૃત્યુ થયું હતું. તેઓ ત્રણ ભાઇ અને એક બહેનમાં મોટા હતા. સંતાનમાં ત્રણ પુત્ર છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.