ચાલતા-ચાલતા પડી જતા વૃદ્ધનું સારવારમાં મોત

આવાસ ક્‍વાર્ટરમાં રહેતાં કસરનભાઇ મનજીભાઇ કારૂ (ઉ.વ.60) નામના વૃધ્‍ધ તા.2ના રોજ પોતાના ઘરમાં ચાલતાં ચાલતાં પડી જતાં પગમાં ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરાયા હતાં. અહિ ગત સાંજે મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા સહિતે જાણ કરતાં યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ ડી. આર. રત્‍નુએ જરૂરી કાર્યવાહી કરી હતી. ચાલતા ચાલતાં પડી જતાં પગમાં ઈજા બાદ મોત થતા પરિવારજનોમાં શોક છવાઈ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *