સગીર સામે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો દાખલ

અમરેલીના વડિયા પંથકની 13 વર્ષની તરુણી 15 વર્ષના સગીર થકી ગર્ભવતી બનતા રાજકોટની જનાના હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો છે. આ બનાવ અંગે તરુણીની માતાએ સગીર સામે ફરિયાદ નોંધાવતા વડીયા પોલીસે સગીર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ મધ્યપ્રદેશ અને હાલ વડિયા પંથકમાં ખેત મજૂરી કામ કરતા પરિવારની 13 વર્ષની પુત્રી એકાદ વર્ષથી ગોંડલના ગુંદાસર ગામે રહેતા 15 વર્ષના સગીર પ્રેમી સાથે રહેતી હતી. ગઈકાલે તરુણીએ વડિયા પંથકમાં ખેતીકામ કરતી તેની માતાને ફોન કરી પોતાને પેટમાં દુઃખતું હોવાનું કહેતા તેની માતા ત્યાં પહોંચી પુત્રીના પ્રેમી સાથે ગોંડલ સરકારી હોસ્પિટલમાં લઇ ગઈ હતી. અહીં ડોકટરે ગર્ભવતી હોવાનું જણાવી રાજકોટ સારવાર માટે ખસેડવાનું કહેતા તેને જનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. રાજકોટ જનાના હોસ્પિટલ ખાતે તરુણીએ બાળકને જન્મ આપતા હોસ્પિટલ દ્વારા બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે હોસ્પિટલ પહોંચી નિવેદન નોંધી તેની માતાની ફરિયાદ પરથી સગીર સામે 363, 366, 376(2) (જે) (એન) 376(3) તથા પોકસો એક્ટ કલમ 4(2), 6, 8, 18 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *