શ્રોફ રોડ પર સૂરજ એપાર્ટમેન્ટના 10મા માળેથી ઝંપલાવી વૃદ્ધે આપઘાત કરી લીધો

શહેરમાં નવી કલેક્ટર કચેરી પાસેના શ્રોફ રોડ પર સૂરજ એપાર્ટમેન્ટમાં રહેતા તબીબના પિતાએ તેના ઘેર 10મા માળેથી ઝંપલાવી આપઘાત કરી લેતા તેના પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

શ્રોફ રોડ પર સૂરજ એપાર્ટમેન્ટમાં રહેતા રાજેશભાઇ મગનભાઇ પટેલ (ઉ.60)એ તેના એપાર્ટમેન્ટમાં 10મા માળેથી ઝંપલાવી આપઘાત કરી લેતા પ્ર.નગર પોલીસ મથકના જમાદાર વિક્રમભાઇ ગરચર સહિતના સ્ટાફે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી. મૃતક અગાઉ કારખાનું ચલાવતા હતા અને હાલ નિવૃત્ત હોવાનું અને તેની પત્ની સાથે રહેતા હોવાનું પરિવારે જણાવ્યું હતું. રાજેશભાઇને સંતાનમાં એક પુત્ર હોવાનું અને તે તથા તેની પત્ની હાલ ભુજ અદાણી હોસ્પિટલમાં તબીબ તરીકે નોકરી કરતાં હોવાનું બહાર આવતા પોલીસે વૃદ્ધના આપઘાતનું કારણ જાણવા કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *