શહેરમાં મોરબી રોડ પર બે સ્થળે અકસ્માતમાં પરિવારના મોભીનાં મોત નીપજતા તેના પરિવારમાં શોક છવાયો છે. બનાવને પગલે બી-ડિવિઝન પોલીસે બે ટ્રકચાલકની અટકાયત કરી તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મોરબી રોડ પર જકાતનાકા પાસે ઉત્સવ સોસાયટીમાં રહેતા કેશુભાઇ ખોડાભાઇ ભેસાણિયા (ઉ.63) સાઇકલ લઇને જતા હતા ત્યારે મોરબી રોડ પર ઓવરબ્રિજ પાસે બેકાબૂ ટ્રકચાલકે ઠોકરે લેતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવને પગલે બી-ડિવિઝન પોલીસ મથકના જમાદાર હિતેશભાઇ કોઠીવાલ સહિતના સ્ટાફે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી તપાસ કરતા મૃતક વૃદ્ધ મોરબી રોડ પર પેટ્રોલ પંપમાં નોકરી કરતા હોય ઘરેથી સાઇકલ લઇને નોકરીએ જતા હતાને બનાવ બન્યો હોવાનું પરિવારે જણાવતા પોલીસે મૃતક વૃદ્ધના પુત્ર અશોકભાઇ કેશુભાઇ ભેસાણિયાની ફરિયાદ પરથી ટ્રકચાલક સામે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી ધરપકડ કરવાની કાર્યવાહી કરી હતી.