જાપાનની રાજધાની ટોક્યોના હનેડા એરપોર્ટ પર એક વિમાનમાં આગ લાગી હતી. જાપાન ટાઈમ્સ અનુસાર, લેન્ડિંગ પહેલા વિમાન કોસ્ટ ગાર્ડના પ્લેન સાથે અથડાયું હતું. આ સમયગાળા દરમિયાન કોસ્ટ ગાર્ડ પ્લેનમાં સવાર 6 ક્રૂ મેમ્બરમાંથી 5નાં મોત થયા હતા. પાઇલટ ઘાયલ હોવા છતાં પ્લેનમાંથી ભાગવામાં સફળ રહ્યો હતો.
જાપાન એરલાઇન્સ (જેએએલ) ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પેસેન્જર પ્લેન હોકાઇડોના શિન-ચિટોસે એરપોર્ટથી રવાના થયું હતું. વિમાનમાં લગભગ 367 મુસાફરો અને 12 ક્રૂ મેમ્બર હતા. તમામને પ્લેનમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે
હકીકતમાં, કોસ્ટ ગાર્ડનું વિમાન ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં આવશ્યક સામાન પહોંચાડવા જઈ રહ્યું હતું. જાપાનનું પરિવહન મંત્રાલય સમગ્ર મામલાની તપાસ કરી રહ્યું છે.