કંપનીઓ વૃદ્ધ કન્ટેન્ટ ક્રિએટર પાસે બ્રાન્ડ પ્રમોશન કરાવે છે

કેનેડાના અલ્બર્ટા શહેરમાં રહેતા 91 વર્ષીય જેની ક્રૂપા સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર છે. તેમના 20 લાખથી વધુ ફોલોઅર્સ છે. તેઓ પેરામાઉન્ટ પિક્ચર્સ મૂવી સ્ટુડિયો સાથે જોડાયેલા છે અને તેમની ફિલ્મોનો પ્રચાર કરે છે. જેની આવું કરનાર એક માત્ર નિવૃત્ત મહિલા નથી. કેનેડા-અમેરિકા સહિત યુરોપના દેશોમાં નિવૃત્તિ બાદ લોકો કન્ટેન્ટ ક્રિએટર બનવાનું પસંદ કરે છે.

કંપનીઓ પોતાની બ્રાન્ડના પ્રમોશન માટે તેમના હાયર પણ કરે છે. વાસ્તવમાં, વૃદ્ધ કન્ટેન્ટ ક્રિએટરને વધુ ભરોસાપાત્ર માનવામાં આવે છે અને તેમના અનુભવોને લોકો વધુ મહત્ત્વ આપે છે. સૌંદર્ય પ્રસાધનો અથવા ટેક્સટાઇલ કંપનીઓ નિવૃત્ત લોકોની પ્રચાર અને બ્રાન્ડ પ્રમોશન માટે ભરતી કરે છે. જેને કારણે તેઓની સંખ્યા ઝડપી ગતિએ વધી છે.

કેટલાક કંટાળો દૂર કરવા, કેટલાક પૈસા કમાવા તો કોઇ નવી કારકિર્દી તરીકે તેને પસંદ કરે છે. આવા કન્ટેન્ટ ક્રિએટરને મેળવવા માટે એજન્સીઓ પણ ખુલી છે. એવી જ એક કંપનીના માલિક મેઇ કાર્વોવસ્કી કહે છે કે – સોશિયલ મીડિયા પર વૃદ્ધોનાં એકાઉન્ટ ઝડપી ગતિએ વધ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *