વૈશાલી નગરમાં રહેતા 24 વર્ષીય ક્રિષ્નાબેન જેઠવા નામની એક પરિણીતા ગઈકાલે વહેલી સવારે ઘરેથી કોઈને કંઈપણ કહ્યા વિના ચાલ્યા ગયા હતા. ભારે શોધખોળ કરવા છતાં તેની ભાળ મળી નહોતી. જેને લઈને તેમના પતિ ધીમંતભાઈએ ગાંધીગ્રામ પોલીસમાં આ અંગેની નોંધ કરાવી છે. તેમજ અમીન માર્ગનાં ડ્રીમહીલ એપાર્ટમેન્ટમાં રહેતો 18 વર્ષનો સાગર મનીષભાઈ વાછાણી નામનો યુવક ગુમ થતા માલવીયા નગર પોલીસમાં નોંધ કરી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.