બોલિવૂડ એક્ટ્રેસ અમીષા પટેલે તાજેતરમાં સલમાન ખાન સાથેના તેના સંબંધો વિશે વાત કરી. તેણે કહ્યું કે ‘મેં ઘણા સંબંધો જોયા છે. હું કોઈ વિશે ચોક્કસ અભિપ્રાય બાંધી શકું નહીં. પણ હા, હું નથી ઇચ્છતી કે સલમાન ખાન ક્યારેય લગ્ન કરે’
ફિલ્મીમંત્રા સાથેની વાતચીતમાં, અમીષા પટેલે ફિલ્મ ઉદ્યોગમાં લગ્ન અને છૂટાછેડા વિશે વાત કરી. તેણે કહ્યું, ‘મેં મારી આસપાસ તમામ પ્રકારના સંબંધો જોયા છે. મેં સંજુ જેવા સંબંધો પણ જોયા છે અને હૃતિક જેવા પણ, જેના છૂટાછેડા થઈ ગયા છે. પરંતુ તે અને સુઝાન હજુ પણ સાથે મળીને તેમનાં બાળકોને ઉછેરી રહ્યા છે. એટલું જ નહીં, બંને ખૂબ સારા મિત્રો પણ છે. તો હું કોણ હોઈ શકું કોઈને જજ કરનાર?’
અમીષા પટેલે સલમાન ખાન વિશે કહ્યું, ‘સલમાન ખાન ખૂબ જ કૂલ વ્યક્તિ છે. સાચું કહું તો, હું નથી ઇચ્છતી કે તે ક્યારેય લગ્ન કરે. તે ખૂબ જ કૂલ છે. તે એક પ્રેમાળ અને સંભાળ રાખનાર વ્યક્તિ છે અને બધા સાથે સારો વ્યવહાર કરે છે.’
સલમાન ખાન સાથે લગ્ન કરવા અંગે અમિષા પટેલે કહ્યું, ‘સલમાન સુધર્યો છે કે નહીં તે જાણવા માટે મારે તેનો સંપૂર્ણ ઇન્ટરવ્યૂ લેવો પડશે.’ તે મિત્ર તરીકે એટલો પ્રેમાળ છે કે મેં તેને ક્યારેય બીજી રીતે જોયો નથી, કારણ કે તે હંમેશા મારા માટે સારો મિત્ર રહ્યો છે. ખૂબ જ તોફાની મિત્ર છે. તે મારી સાથે ઘણી મજાક કરે છે અને મને રડાવે પણ છે. તેણે મારું નામ ‘મીના કુમારી’ રાખ્યું છે કારણ કે હું તેની સાથે વારંવાર રડું છું. તો અમારો સંબંધ આવો છે. હું મારી જાતને બીજી રીતે જોઈ શકતી નથી. મને ખુશી છે કે હું તેના અને તેના આખા પરિવારની સારી મિત્ર છું.’