AMCએ સહાયક ફાયર સ્ટેશન ઓફિસર માટેની પરીક્ષા રદ કરી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં સહાયક સ્ટેશન ઓફિસરની પરીક્ષામાં સિલેબસ બહારના પ્રશ્નો પૂછાયા હોવાનો આક્ષેપ ઉમેદવારો દ્વારા કરવામાં આવ્યો તેના પગલે કોર્પોરેશન દ્વારા પરીક્ષાને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે 20 જાન્યુઆરીના રોજ ફાયર વિભાગના સ્ટેશન ઓફિસરો માટેની પરીક્ષા લેવામાં આવી હતી.

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દ્વારા લેવામાં આવી હતી. પરીક્ષામાં સિલેબસ બહારના પ્રશ્નો પૂછવામાં આવ્યા હોવાના આક્ષેપને લઈને અમદાવાદ કોર્પોરેશનના સેન્ટ્રલ ઓફિસ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે પરીક્ષા રદ કરી આગામી 11 ફેબ્રુઆરીના રોજ આ પરીક્ષા લેવાનો નિર્ણય લેવાયો છે.

‘પ્રશ્નો સિલેબસ બહારના પૂછાતા પરીક્ષાને રદ કરી’ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સેન્ટ્રલ ઓફિસ વિભાગના જણાવ્યા મુજબ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી એજન્સીને અમદાવાદ ફાયર વિભાગમાં સહાયક સ્ટેશન ઓફિસર તરીકે ભરતી માટેની લિમિટ પરીક્ષા લેવા માટે કામગીરી આપવામાં આવી હતી. પરીક્ષામાં કેટલાક પ્રશ્નો સિલેબસ બહારના પૂછવામાં આવ્યા હોવાના પગલે હવે પરીક્ષાને રદ કરી દેવામાં આવી છે. સિલેબસ બહારના પ્રશ્નો કેવી રીતે આવ્યા તે અંગેની તપાસ પણ કરવામાં આવશે.

8 ફાયર સહાયક સ્ટેશન ઓફિસરની ભરતી માટે 32 જેટલા ઉમેદવારો અમદાવાદ ફાયર વિભાગમાં સહાયક સ્ટેશન ઓફિસરની ભરતી કરવામાં આવનાર હતી, જેને લઈને જાહેરાત બહાર પાડવામાં આવી હતી. 8 જેટલા સહાયક ફાયર સ્ટેશન ઓફિસરની ભરતી માટે 32 જેટલા ઉમેદવારો ક્વોલિફાય થયા હતા.

આજે સાંજે પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉમેદવારોએ આક્ષેપ કર્યો આ ઉમેદવારોની લેખિત પરીક્ષા આજે 20 જાન્યુઆરીના રોજ લેવામાં આવી હતી. સાંજે પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉમેદવારોએ આક્ષેપ કર્યો હતો કે જે પરીક્ષા લેવામાં આવી છે તેમાં સિલેબસ બહારના કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીને પરીક્ષા લેવા માટે એજન્સી તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *