અમેરિકા પાસે હથિયારો ખતમ થઈ ગયા : પુતિન

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનને ક્લસ્ટર બોમ્બ આપવાના અમેરિકાના નિર્ણયની ટીકા કરી છે. પુતિને કહ્યું છે કે અમેરિકાના તમામ હથિયારો ખતમ થઈ ગયા છે. એટલા માટે તે હવે યુક્રેનને પ્રતિબંધિત હથિયારો સપ્લાય કરી રહ્યું છે.

રશિયન ટેલિવિઝનને આપેલા ઈન્ટરવ્યુમાં પુતિને કહ્યું કે જો યુક્રેન અમારી વિરુદ્ધ ક્લસ્ટર બોમ્બનો ઉપયોગ કરશે તો અમે પણ જોરદાર જવાબ આપીશું. પુતિને કહ્યું કે રશિયા પાસે ક્લસ્ટર બોમ્બ પણ છે. જો કે, તેણે હજી સુધી લડાઇમાં તેનો ઉપયોગ કર્યો નથી.

અમેરિકી રક્ષા મંત્રાલય પેન્ટાગોને ગુરુવારે જણાવ્યું કે તેઓએ યુક્રેનને ક્લસ્ટર હથિયારો સોંપી દીધા છે. જોઈન્ટ સ્ટાફ જેના ઓપરેશન ડાયરેક્ટર લેફ્ટનન્ટ જનરલ ડગ્લાસ સિમસે જણાવ્યું હતું કે “બોમ્બ યુક્રેનને પહોંચાડવામાં આવ્યા છે.” યુક્રેનિયન બ્રિગેડિયર જનરલ ઓલેક્ઝાન્ડર તરનાવસ્કીએ પણ સીએનએનને આપેલા ઈન્ટરવ્યુમાં આ વાતની પુષ્ટિ કરી છે.

તેઓએ કહ્યું છે કે અમેરિકાએ તેમને હથિયારો આપ્યા છે, પરંતુ અત્યાર સુધી તેનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *