જેતપુરના ચાંપરાજપુરમાં એક કારખાનાના માલિકોએ વર્ષો પૂર્વે પગીને વગર ભાડાએ ઓરડી રહેવા માટે આપેલ તે પગીના પુત્રો અને ભત્રીજાએ કારખાના પર જ કબ્જો કરી લેતા તાલુકા પોલીસમાં મિલકત પચાવી પાડવાના કાયદા હેઠળ ત્રણ શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરીયાદ નોંધાઈ હતી.
ચાંપરાજપુરમાં સને 1964માં સૌરાષ્ટ્ર ટ્રેડીંગ કંપની(યુનીટ)ના નામે મારા વસંતભાઈ કબીર તથા અન્ય 8 ભાગીદારોએ મળી, એક 1099 ચો. મી. નો વંડો સૌરાષ્ટ્રના નાના ઉદ્યોગ સહકારી બેન્ક લીમીટેડ પાસેથી ખરીદેલ હત અને ત્યાં આઠેય ભાગીદારોએ સૌરાષ્ટ્ર ટ્રેડીંગ નામથી ઓર્ગેનીક ફર્ટીલાઇઝરનો બીઝનેસ શરૂ કરેલ હતો. તત્કાલીન સમયે કારખાનામાં રાવતભાઇ રાણીંગભાઇ બસીયા નામના શખ્સને મજુરી કામ માટે રાખેલ. પરંતુ કારખાનાનું ન ચાલતા વર્ષ ૧૯૭૧માં બંધ કરી નાખેલ. અને આ યુનીટનું રખોપુ કરવા માટે કારખાનાંમાં મજૂરી કરતા રાવતભાઇને પગી જ તરીકે રાખેલ હતાં તે બાબતનું ૦૧ રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર તત્કાલીન સમયે એક કબુલાત નામુ લખાવેલ હતું.
પછી આ રાવતભાઇ તેમના પરિવાર સાથે કારખાનાની એક ઓરડીમાં રહેતા હતાં અને કારખાનાનું રખોપુ રાખતાં હતા, ત્યારબાદ વર્ષ ૧૯૯૮માં રાવતભાઈ મરણ જતા કારખાનાંના માલિકોએ રાવતભાઈના પુત્રોને ઓરડી ખાલી કરવા જણાવેલ. તેઓએ ઓરડી તો ખાલી ન કરી પરંતુ દાદાગીરી કરી રાવતભાઈના પુત્રો કાળુભાઇ, રીતુભાઈ અને ભત્રીજો મંગળુ નાગભાઈ બસીયાએ કારખાનાંના તાળા તોડી આખા કારખાનાં પર જ કબ્જો કરી લીધો.