‘ઇન્ડિયા હેઝ ગોટ લેટેન્ટ’માં યુટ્યૂબર રણવીર અલ્હાબાદિયાના વાંધાજનક નિવેદન બાદ વિવાદ સતત વધી રહ્યો છે. ત્યારે હવે આ મામલો સંસદમાં પહોંચ્યો છે. મંગળવારે, શિવસેના (UBT) સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ સંસદની IT સમિતિને ફરિયાદ કરી અને કાર્યવાહી અને માર્ગદર્શિકા જારી કરવાની માંગ કરી છે અને કહ્યું છે કે, કોમેડીના નામે અપશબ્દોનો ઉપયોગ સહન કરી શકાય નહીં. મોટા રાજકારણીઓ પણ અલ્હાબાદિયાના મંચ પર આવ્યા છે, પીએમએ તેમને પુરસ્કારો આપ્યા છે. જવાબદાર વ્યક્તિ પાસેથી આની અપેક્ષા રાખવામાં આવતી નથી.
ઉપરાંત, આજે(મંગળવારે), 5 પોલીસ અધિકારીઓની એક ટીમ મુંબઈના વર્સોવામાં યુટ્યૂબર રણવીર અલ્હાબાદિયાના ઘરની બહાર પહોંચી હતી. યુટ્યૂબે આ વીડિયો દૂર કરી દીધો છે. કેસ નોંધાયા બાદ, મુંબઈ પોલીસે સમય રૈના અને રણવીર અલ્હાબાદિયાનો સંપર્ક કર્યો છે. પોલીસે બંનેને તપાસ અધિકારીઓ સમક્ષ હાજર થવા, સહકાર આપવા અને આ મામલે પોતાનો પક્ષ રજૂ કરવા જણાવ્યું છે.
NHRCના અધ્યક્ષ પ્રિયંક કાનુન્ગોએ કહ્યું હતું કે યુટ્યૂબને મોકલવામાં આવેલી ફરિયાદમાં, શો દ્વારા નકારાત્મકતા, ભેદભાવ, ધાર્મિક અને સાંસ્કૃતિક અસહિષ્ણુતા અને મહિલાઓ અને બાળકો પ્રત્યે અપમાનજનક અને અશ્લીલ બાબતોના પ્રસારણ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
વધુમાં એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે, આ શો અશ્લીલ અને અભદ્ર કન્ટેન્ટનું પ્રસારણ કરે છે અને ભ્રામક મેસેજો ફેલાવીને સમાજમાં ખોટી માનસિકતાને પ્રોત્સાહન આપે છે.