7 જુલાઈએ રાજકોટ ડિવિઝનની તમામ પોસ્ટ ઓફિસ બંધ

આગામી 7 જુલાઈના રોજ રાજકોટ ડિવિઝનની તમામ પોસ્ટ ઓફિસ બંધ રહેશે. પોસ્ટલ સેવા ડિજિટલ પ્લેટફોર્મ પર શરૂ કરવામાં આવશે. ડેટા માઈગ્રેશન અને નવી સિસ્ટમ કાર્યરત કરવા માટે એક દિવસ માટે પોસ્ટલ કામગીરી બંધ રહેશે.

8 જુલાઈથી એડવાન્સ પોસ્ટલ ટેક્નોલોજી એપ્લિકેશન સિસ્ટમ લાગુ થશે રાજકોટ ટપાલ વિભાગના જણાવ્યા મુજબ, પોસ્ટ વિભાગ દ્વારા એડવાન્સ પોસ્ટલ ટેક્નોલોજી એપ્લિકેશન રોલ આઉટ કરવામાં આવી રહી છે અને આ નવી સિસ્ટમ રાજકોટ ડીવીઝન ખાતેની તમામ કચેરીઓમાં તારીખ 08.07.2025થી અમલમાં આવશે.

7 જુલાઈએ કોઈપણ જાહેર લેવડ દેવડ થઇ શકશે નહીં જેને લઈ 07.07.2025ને સોમવારના રોજ ડાઉન ટાઈમનો નિર્ણય લેવાયો છે. આ દિવસે રાજકોટ ડિવિઝનની તમામ પોસ્ટ ઓફિસ બંધ રહેશે. તેમજ આ દિવસે કોઈપણ જાહેર લેવડ દેવડ થઇ શકશે નહીં. ડેટા માઈગ્રેશન, સિસ્ટમ ચકાસણી અને કન્ફિગ્રેશન પ્રક્રિયા માટે જરૂરી છે . જેથી નવી સિસ્ટમ સરળ અને અસરકારક રીતે કાર્યરત થઇ શકે છે.

APT એપ્લિકેશન વધુ સારો યુઝર એક્સપિરિયન્સ, ઝડપી સેવા અને વધુ કસ્ટમર ફ્રેન્ડલી ઇન્ટરફેસ પૂરા પાડવા માટે તૈયાર કરી છે.

પોસ્ટ વિભાગ દ્વારા ગ્રાહકોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ અગાઉથી પોતાના કામનું પ્લાનિંગ કરે અને સહકાર આપે. ગ્રાહકોને ખાતરી આપવામાં આવે છે કે આ સુવિધા દરેક નાગરિકને વધુ સક્ષમ બનાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *