રાજકોટમાં અખિલ ભારતીય શાળાકીય સ્વિમિંગ સ્પર્ધા

સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા, સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત અને સ્વિમિંગ એસોસિએશન દ્વારા આગામી તા.24થી 30 સુધી રાજકોટના કોઠારિયા ખાતે આવેલા સરદાર પટેલ સ્નાનાગાર ખાતે અખિલ ભારતીય શાળાકીય સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. નેશનલ લેવલની આ સ્વિમિંગ કોમ્પિટિશનમાં અંદાજે 2000થી 2500 જેટલા સ્ટેટ મેડલિસ્ટ ખેલાડીઓ ભાગ લેશે.

રાજકોટ જિલ્લા રમતગમત અધિકારી રમાબેન મદ્રાએ જણાવ્યું હતું કે, અખિલ ભારતીય શાળાકીય સ્પર્ધા હેઠળ ગુજરાતને સ્વિમિંગ કોમ્પિટિશનના આયોજનની જવાબદારી આપવામાં આવી છે. આ નેશનલ લેવલ સ્વિમિંગ કોમ્પિટિશનમાં 27 રાજ્ય ઉપરાંત સીબીએસઇ બોર્ડ, આઇસીએસઇ બોર્ડ, કેન્દ્રીય વિદ્યાલય બોર્ડ, જવાહર નવોદય વિદ્યાલયના સ્ટેટ મેડલિસ્ટ ખેલાડીઓ પણ ભાગ લઇ શકશે. હાલમાં દરેક સ્ટેટમાં ત્યાંના સ્પોર્ટસ ઓથોરિટી દ્વારા ખેલાડીઓનું રજિસ્ટ્રેશન ચાલુ છે.

અલગ-અલગ રાજ્યોમાંથી આવતા સ્વિમિંગ ખેલાડીઓને ક્યાં ઉતારા આપવા તે રમતગમત વિભાગ માટે મોટો પડકાર બની ગયો છે. આ માટે રમતગમત વિભાગની કચેરીના અધિકારીઓ દ્વારા વિવિધ વિકલ્પો શોધવા કવાયત હાથ ધરવામાં આવી છે અને તેના ભાગરૂપે મહાનગરપાલિકાના ખાલી આવાસો માટે પણ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *