અમિતાભ બચ્ચન અને રેખાના અફેર સિવાય, ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ ચર્ચા સલમાન ખાન અને ઐશ્વર્યા રાયના સંબંધની થઈ છે. બંનેએ સાથે એક ફિલ્મ કરી અને એકબીજાનાં પ્રેમમાં પડ્યા. જોકે, થોડા સમય પછી તેમનું બ્રેકઅપ થઈ ગયું. સંબંધ તૂટવા પાછળ ઘણીવાર વિવેક ઓબેરોયને જવાબદાર માનવામાં આવે છે. પરંતુ હવે એક પત્રકારે દાવો કર્યો છે કે એક્ટ્રેસે ક્યારેય વિવેકને ડેટ કર્યો જ નથી.
‘ઐશ્વર્યા રાયના માતાપિતાને સલમાનથી વાંધો હતો’ સિનિયર ફિલ્મ જર્નાલિસ્ટ અને લેખક હનિફ ઝવેરીએ દાવો કર્યો છે કે ઐશ્વર્યાએ ક્યારેય વિવેક ઓબેરોયને ડેટ કર્યો જ નથી. ‘મેરી સહેલી’ સાથેની વાતચીતમાં તેણે કહ્યું, જ્યાં સુધી ઐશ્વર્યા રાય અને સલમાન ખાનનો સવાલ છે, બંને એકબીજા પ્રત્યે સિરિયસ હતા અને બંને ઇચ્છતાં હતાં કે તે લગ્ન કરે, પરંતુ સલમાન ખાનની ગર્લફ્રેન્ડ તરીકે સોમી અલી, સંગીતા બિજલાનીનું નામ પણ જોડાયેલું હતું. આ વાતના કારણે ઐશ્વર્યા રાયના માતાપિતા સલમાનથી એટલા ખુશ ન હતા. તેમને લાગતું હતું કે કદાચ તે તેમની દીકરી સાથે ફ્લર્ટ કરી રહ્યો હશે.
હનિફ ઝવેરીએ જણાવ્યું કે સલમાન તો ઐશ્વર્યા રાય સાથે લગ્ન કરવા માગતો હતો પરંતુ એક્ટ્રેસ લગ્ન માટે તૈયાર નહોતી કારણ કે તે તેના કરિયર પર ફોક્સ કરવા માગતી હતી. સલમાન ખાને ઐશ્વર્યાના મકાનમાં ઘૂસી હોબાળો કર્યો ત્યારબાદ બંને વચ્ચે સંબંધો વધુ ખરાબ થયા. પછી ઐશ્વર્યાએ આ સંબંધનો અંત લાવવાનો નિર્ણય કર્યો. હનિફ ઝવેરીએ પોતાના ઇન્ટરવ્યૂમાં ઐશ્વર્યા રાય અને વિવેક ઓબેરોયના સંબંધોનું કથિત સત્ય પણ જાહેર કર્યું.