અમદાવાદમાં બનશે દેશનો સૌથી મોટો મોલ!

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કરોડો રૂપિયાના પ્લોટ જાહેર હરાજીથી વેચાણ કરી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવક ઊભી કરવામાં આવી રહી છે. અમદાવાદના ચાંદખેડામાં સૌથી મોંઘો રૂ.520 કરોડનો મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્લોટ લુલુ ઇન્ટરનેશનલ શોપિંગ મોલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને ફાળવવા માટેની દરખાસ્તને આજે(4 ઓક્ટોબર, 2024) મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી આપવામાં આવશે. લુલુ ગ્રુપ દ્વારા આ જગ્યા પર દેશનો સૌથી મોટો મોલ બનાવાશે. હાલ લુલુ ગ્રપે લખનઉમાં બનાવેલો મોલ સૌથી મોટો છે. ઉલ્લેખનીય છે કે લુલુ ગ્રુપના માલિક યુસુફ અલીના પિતા એક સમયે અમદાવાદમાં કરિયાણાની દુકાન ચલાવતા હતા.

ચાંદખેડામાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનનો 66,168 ચોરસ મીટરના પ્લોટની જાહેર હરાજી કરવામાં આવી હતી. આ પ્લોટ ડ્રાફ્ટ ટીપી સ્કીમમાં હોવાથી અન્ય ખાનગી જગ્યાની જમીન મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટમાં પડેલી હતી. જેના કારણે 55496 ચોરસ મીટર જગ્યાનું પઝેશન મળ્યું હતું. બાકીના 10672 ચોરસ મીટર જેટલા પ્લોટનું પઝેશન મેળવવાનું બાકી હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *