રાજકોટમાં અમદાવાદમાંથી માદક પદાર્થ મેફેડ્રોન (એમ.ડી.) ના જથ્થા સાથે એક યુવતી આવતી હોવાની બાતમીના આધારે રાજકોટ SOG ટીમ બામણબોર પાસે વોચમાં હતી. આ દરમિયાન અમદાવાદમાં બ્યુટી પાર્લર ચલાવતી 27 વર્ષિય શ્વેતા શાંતિલાલ ઠક્કરને રાજકોટ શહેર એસ.ઓ.જી ટીમે બામણબોર નજીકથી ઝડપી પાડી હતી અને તેની પાસેથી રૂ. 5.89 લાખનો 58.95 ગ્રામ ડ્રગ્સનો જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
યુવતી શંકાસ્પદ હાલતમાં પસાર થતા જોવા મળી હતી રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર બજેશ કુમાર ઝા તરફથી મળેલ સૂચના આધારે રાજકોટ શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા SAY NO TO DRUGS- મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા શખ્સો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જેથી SOG પી.આઈ. એસ.એમ.જાડેજા માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ટીમ રાજકોટ- અમદાવાદ હાઇવે પર બામણબોર ગામમા જવાના જુના રસ્તા પાસે વોચમાં હતી ત્યાર એક યુવતી શંકાસ્પદ હાલતમાં પસાર થતા જોવા મળી હતી.