મહિલા મેડિકલ ઓફિસરને રાત્રીના 8થી 2ની ડ્યૂટી સોંપવાના નિર્ણયથી કચવાટ

સતત વિવાદમાં રહેતી રાજકોટ સિવિલ હોસ્પિટલ હવે ડ્યૂટી ફાળવણીના મુદ્દે વિવાદમાં આવી છે. બોન્ડેડ મહિલા તબીબોને રાત્રીના 8થી રાત્રીના 2 વાગ્યાની ડ્યૂટી ફાળવવામાં આવતા રાત્રીના ડ્યૂટી પૂરી કરીને ઘરે એકલા જતાં મહિલા તબીબોની સુરક્ષા સામે સવાલો ઉઠ્યા છે અને મહિલા તબીબોએ આ મુદ્દે અવાજ પણ ઉઠાવ્યો છે.

સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી વિભાગમાં મેડિકલ ઓફિસરને રાત્રીના ડ્યૂટી ફાળવવામાં આવતી હોય છે. સપ્ટેમ્બર મહિનાનું ડ્યૂટી લિસ્ટ જાહેર થતાં જ મહિલા ડોક્ટરોમાં ખચકાટ શરૂ થયો હતો. રાત્રીના 8 વાગ્યે જે મહિલા ડોક્ટર ફરજ શરૂ કરે તેની રાત્રીના 2 વાગ્યે ડ્યૂટી પૂર્ણ થાય અને તેમની જગ્યાએ રાત્રે 2 વાગ્યે કોઇ મહિલા ડોક્ટરની ફરજ શરૂ થઇ શકે. આવી ડ્યૂટી ફાળવણીથી અનેક સવાલો ઉઠ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *