સમય રૈનાના શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં રણવીર અલ્હાબાદિયાએ માતા-પિતા પર કરેલી અભદ્ર કોમેન્ટ બાદ તે ખૂબ જ મોટો વિવાદ બની ગયો છે. તેમના કન્ટેન્ટ પર પ્રતિબંધ મૂકવાની માગ થઈ રહી છે. આ દરમિયાન કપિલ શર્માનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેને જોઈને ફેન્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વીડિયો ‘કોમેડી નાઇટ્સ વિથ કપિલ’નો છે જેમાં કોમેડિયન ક્રિકેટ અને ફિલ્મો વિશે વાત કરે છે.
કપિલ મજાકમાં કહે છે કે ભારતમાં બે જ વસ્તુનો ક્રેઝ છે ક્રિકેટ અને ફિલ્મો. બોર્ડની પરિક્ષા માટે છોકરાઓ ક્યારે 4 વાગ્યે નહીં ઊઠે પણ ક્રિકેટ મેચ સવારે 4 વાગ્યે ઊઠીને જશે. અમૂક લોકો એટલાં શોખીન હોય છે કે રાતે 2 વાગ્યે જ ઊઠી જાય છે, પછી ક્રિકેટના બદલે માતા-પિતાની કબડ્ડી જોઈ પાછા સૂઈ જાય છે. જોકે, કપિલ પાછળથી સ્પષ્ટતા કરે છે કે તેનો અર્થ એ છે કે માતા-પિતા લડતાં હોય છે
આ વીડિયો વાઈરલ થયા પછી, સોશિયલ મીડિયા પર યુઝર્સ કપિલથી નિરાશ છે કે તેણે ખોટા શબ્દોનો ઉપયોગ કર્યો છે. લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે કપિલે આવું નહતું કહેવાની જરૂર. તે જ સમયે, કેટલાક કહી રહ્યા છે કે કપિલ સ્માર્ટ છે અને તે કહી રહ્યા છે કે તે માતા-પિતા વચ્ચેના ઝઘડા વિશે વાત કરી રહ્યો છે. કોઈએ લખ્યું કે મજાક અને અશ્લીલતા વચ્ચે તફાવત હોવો જોઈએ.