પાકિસ્તાનની જેલમાંથી કેદીઓ બાદ પોલીસ પણ ફરાર

પાકિસ્તાનના કરાચીની માલીર જેલમાંથી 2 જૂનની રાત્રે 216 કેદીઓ ભાગી ગયા હતા. હવે આ જેલના હેડ કોન્સ્ટેબલ રાશિદ ચિંગારી પણ ફરાર થયાના સમાચાર મળી રહ્યા છે. ખરેખરમાં, તેના પર કેદીઓને ભાગવામાં મદદ કરવાનો આરોપ લાગ્યા છે.

પાકિસ્તાની વેબસાઇટ ARY ન્યૂઝ અનુસાર, સિંધ સરકારે તેમની તાત્કાલિક ધરપકડનો આદેશ આપ્યો છે. પાકિસ્તાની જેલ મંત્રી અલી હસન ઝરદારી પોતે આ મામલાની તપાસ કરી રહ્યા છે. અહેવાલ મુજબ, 126 કેદીઓ પાછા ફર્યા છે, જ્યારે 90 કેદીઓ હજુ પણ ફરાર છે.

પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું કે કેટલાક અધિકારીઓ જેલની અંદર કેદીઓને મદદ કરી રહ્યા હતા. રાશિદ ચિંગારીનું નામ અગાઉ સસ્પેન્ડ કરાયેલા 23 જેલ કર્મચારીઓની યાદીમાં નહોતું, પરંતુ પછીની તપાસમાં તેનું નામ સામે આવ્યું છે.

જેલ મંત્રીએ કહ્યું છે કે આમાં સંડોવાયેલા અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું- આમાં સંડોવાયેલા અધિકારીઓનું પદ ગમે તે હોય, તેનાથી કાર્યવાહીમાં કોઈ ફરક પડશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *