પ્રભાસતીર્થ બાદ દિવંગત રૂપાણીના અસ્થિ વિસર્જન માટે પરિવાર હરિદ્વાર પહોંચ્યો

અમદાવાદ-લંડન પ્લેન ક્રેશ દુર્ઘટનાને કાલે એક મહિનો પૂર્ણ થવા જઈ રહ્યો છે ત્યારે આજરોજ દિવંગત ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અસ્થિનું રૂપાણી પરિવાર દ્વારા હરિદ્વાર ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું. આજે સવારે હરિદ્વાર ગંગા ઘાટ ખાતે પૂજા અર્ચના કર્યા બાદ તેમના અસ્થિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગત 26.06.2025ના રોજ સોમનાથ ખાતે પ્રભાસ તીર્થના ત્રિવેણી સંગમ ઘાટ ખાતે તેમના અસ્થિ વિસર્જન કરવામ આવ્યા હતા..

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં નિધન થઈ હતું, જે બાદ તેમના DNA મેચ થતા મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો અને રાજકોટ લાવી રામનાથપરા સ્મશાન ગૃહ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ પછી ગત 26 જૂન 2025ના રોજ પરિવાર દ્વારા તેમના અસ્થિ વિસર્જન સોમનાથ ખાતે પ્રભાસ તીર્થના ત્રિવેણી સંગમ ઘાટ ખાતે કરવામાં આવ્યા હતા અને આજે ફરી બાકીના અસ્થિ વિસર્જન માટે પરિવાર હરિદ્વાર ખાતે પહોંચ્યો હતો. હરિદ્વાર ખાતે પવિત્ર ગંગા ઘાટ ખાતે પૂજા-અર્ચના કરી બાદમાં પુત્ર ઋષભ રૂપાણી અને પુત્રી રાધિકા રૂપાણી દ્વારા દિવંગત વિજયભાઈ રૂપાણીના અસ્થિનું વિસર્જન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *