અનુરાગ ઠાકુરને મળ્યાં બાદ પહેલવાનોનું એલાન

કુસ્તી સંઘના ચીફ બ્રજભૂષણ સિંહની ધરપકડ કરવાના મામલે ધરણા કરી રહેલા કુસ્તીબાજો અને ખેલ મંત્રી અનુરાગ ઠાકુર વચ્ચે આજે પાંચ કલાક બેઠક યોજાઈ હતી. બેઠક પોઝિટીવ રહી હતી.

બેઠક બાદ મીડિયાને સંબોધતા ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, કુસ્તીબાજો સાથે હકારાત્મક વાતચીત થઈ હતી. સરકારે ખુલ્લા મનથી તમામ વિષયો પર વાત કરી હતી. પહેલવાનો 15 જૂન સુધી પ્રદર્શન નહીં કરે. ખેલાડીઓએ કેસ પાછો ખેંચવાની માંગ કરી છે. અનુરાગ ઠાકુરે કહ્યું કે, મહિલા કુસ્તીબાજોને સુરક્ષા આપવામાં આવશે.

અનુરાગ ઠાકુરે કહ્યું કે, બેઠકમાં કેટલાક મુદ્દે વાત થઈ છે અને સંમતિ પણ અપાઈ છે જેમાં આરોપી બૃજભૂષણ સામે 15 જુન સુધીમાં ચાર્જશીટ ફાઈલ થશે તેમજ 30 જુન સુધીમાં કુસ્તીસંઘની ચૂંટણી પૂરી થઈ જશે. તે ઉપરાંત કુસ્તી ફેડરેશનની એક આંતરિક ફરિયાદ સમિતિની રચના પણ થશે અને તેની આગેવાની મહિલાને સોંપાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *