અડવાણીની 7 દિવસમાં બીજી વખત તબિયત લથડી

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને ડૉ.વિનીત સૂરીની દેખરેખ હેઠળ રાત્રે 9 વાગ્યે અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની તબિયત સ્થિર છે અને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે.

96 વર્ષના અડવાણી વય સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા અડવાણીને બગડતી તબિયતને કારણે દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા.

31 માર્ચે લાલકૃષ્ણ અડવાણીને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમના ઘરની મુલાકાત લીધી અને તેમને ભારત રત્નથી સન્માનિત કર્યા. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, ગૃહમંત્રી અમિત શાહ અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ પણ હાજર રહ્યા હતા.

વડાપ્રધાન મોદીએ 3 ફેબ્રુઆરીએ તેમને ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી. અગાઉ 2015માં અડવાણીને દેશના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *