ભૂપગઢમાં કૌટુંબિક ઝઘડામાં પ્રૌઢ પર હુમલો

રાજકોટના ભૂપગઢમાં કૌટુંબિક ઝઘડામાં વચ્ચે પડેલા પ્રૌઢ પર ધોકાથી હુમલો થયો હતો. ભૂપગઢમાં રહેતા રવજીભાઇ નારણભાઇ રાઠોડે (ઉ.વ.50) આજી ડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ભૂપગઢમાં જ રહેતા તેના કૌટુંબિક ભાણેજ અલ્પેશ કરશન બથવાર, કૌટુંબિક ભત્રીજો અલ્પેશ મનજી રાઠોડ અને અરૂણ જયંતી રાઠોડના નામ આપ્યા હતા.

રવજીભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ઉપરોક્ત ત્રણેય આરોપીઓ તેમના સગા ભત્રીજા રાકેશ અને મોહિત સાથે બોલાચાલી કરી રહ્યા હોય રવજીભાઇ ઘરની બહાર નીકળ્યા હતા અને ઝઘડો નહીં કરવા સમજાવતા જ આરોપીઓ ઉશ્કેરાયા હતા અને રવજીભાઇને ગાળો ભાંડી લાકડાંના ધોકાથી હુમલો કર્યો હતો. હુમલાથી દેકારો મચતા આરોપીઓ નાસી ગયા હતા. હુમલામાં ઘવાયેલા રવજીભાઇને હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *