સૌરાષ્ટ્ર યુનિ.માં અન્ય યુનિ.ના વિદ્યાર્થીઓના પ્રવેશ શરૂ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અન્ય યુનિવર્સિટીમાંથી સેમેસ્ટર- 3માં પ્રવેશ મેળવવા માંગતા 300 જેટલા વિદ્યાર્થીઓના એડમિશન અટકી પડ્યા છે. અન્ય યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષમા અભ્યાસ કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો કે ન આપવો તે બાબતનો કોઈપણ પ્રકારનો નિર્ણય લેવામાં ન આવતા રાજકોટ ઉપરાંત મોરબી, જામનગર, અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લામાં સેમેસ્ટર 3માં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓનુ ભવિષ્ય અધ્ધરતાલ થઈ ગયું હતુ.

ખાનગી યુનિવર્સિટીઓમાં સરળતાથી સેમેસ્ટર- 3માં પ્રવેશ મળી રહ્યો હતો, ત્યારે સરકારી યુનિવર્સિટીમાં શા માટે હજુ સુધી પ્રવેશ શરૂ થયા નથી તેવા સવાલ સાથે વિદ્યાર્થીઓ કુલપતિને રજૂઆત કરી હતી. આ બાબતે આજે કુલપતિએ અન્ય યુનિવર્સિટીના સેમેસ્ટર-1 અને 2 પાસ થયેલા વિદ્યાર્થીઓને સેમેસ્ટર- 3માં પ્રવેશ આપવાનો નિર્ણય કરવામાં આવેલો છે. જોકે, તેમાં અન્ય યુનિવર્સિટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો સિલેબસ 70 ટકા સરખો હોય અને પ્રથમ વર્ષનાં બંને સેમેસ્ટરની 22 ક્રેડિટ થતી હોય તેવા વિદ્યાર્થીઓને જ એડમિશન મળી શકશે તેવી શરત રાખવામાં આવેલી છે. 19 મી સપ્ટેમ્બરથી અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન સ્નાતક કોલેજોમાં સેમેસ્ટર- 3માં પ્રવેશ માટે ફોર્મ ભરી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *