લોકસભાના 33 અને રાજ્યસભાના 45 સભ્યો સામે કાર્યવાહી

આજે (18 ડિસેમ્બર) સંસદના શિયાળુ સત્રનો 11મો દિવસ છે. સંસદના બંને ગૃહમાંથી આજે 78 સાંસદને સસ્પેન્ડ કરવામાં આવ્યા. વાસ્તવમાં સંસદમાં સુરક્ષા ચૂકને લઈને સતત ચોથા દિવસે લોકસભામાં હોબાળો થયો હતો. સ્પીકર ઓમ બિરલાએ હોબાળો કરનારા લોકસભાના 33 અને રાજ્યસભાના 45 સાંસદને સસ્પેન્ડ કરી દીધા. આમાં નેતા અધીર રંજન ચૌધરી, કોંગ્રેસના 11 સાંસદ, તૃણમૂલ કોંગ્રેસના 9, ડીએમકેના 9 અને અન્ય પક્ષોના 4 સાંસદ સામેલ છે.

આ પછી રાજ્યસભામાં પણ હોબાળો થયો હતો. જેના કારણે અધ્યક્ષ જગદીપ ધનખડે વિપક્ષના 45 સાંસદોને આખા સત્ર (22 ડિસેમ્બર સુધી) માટે સસ્પેન્ડ કરી દીધા.

આ પહેલાં 14 ડિસેમ્બરે 13 સાંસદને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અત્યારસુધીમાં કુલ 47 લોકસભા સાંસદને સમગ્ર શિયાળુ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સિવાય રાજ્યસભાના સાંસદ ડેરેક ઓ’બ્રાયનને પણ 14 ડિસેમ્બરે સસ્પેન્ડ કરાયા છે.

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ આજે ​​ગૃહમાં કાર્યવાહી શરૂ થતાં જ 15 મિનિટનું ભાષણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે દુર્ભાગ્યપૂર્ણ છે કે આ ઘટના પર રાજનીતિ થઈ રહી છે. હંગામો વધતાં ગૃહની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. બાદમાં બપોરે 2 વાગ્યા સુધી અને પછી આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી હતી. સાંસદોના સસ્પેન્શનને પગલે ગૃહની કાર્યવાહી આવતીકાલ (મંગળવાર) સુધી સ્થગિત કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *