રાજકોટ હત્યા કેસમાં 35 વર્ષે વોન્ટેડ આરોપી ઝડપાયો

રાજકોટ (રૂરલ) LCBની ટીમે ખોટી સાબિત કરી બતાવી છે. 15.07.1990માં રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના પારડી ગામમાં શીતળા માતાજી મંદિર પાસેથી એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી અને તેના થોડા સમય બાદ એક હત્યારાને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવે છે, જેની કબૂલાતમાં અન્ય એક હત્યારાનું નામ ખુલવા પામ્યું હતું પરંતુ, આ નામમાં એક અક્ષર ખોટો લખાઈ જતાં હત્યારો 35 વર્ષ સુધી પોલીસના હાથે લાગ્યો ન હતો. જોકે, ગઇકાલે પોલીસે 35 વર્ષથી નાસતાં ફરતાં આ હત્યારાને ગોવાથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પત્ની સાથે આડાસંબંધની જાણ થતા હત્યાને અંજામ આપ્યો હતો તા.15.07.1990ના રોજ કાનજીભાઈ સામજીભાઈ ભુવાએ લોધીકા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી કે, શીતળા માતાજી મંદિર પાસે છરીના ઘા ઝીંકીને હત્યા કરાયેલી એક લાશ મળી આવી છે. આ પછી પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી હતી. થોડા દિવસ બાદ પીરમલ પાક્ય નાડરે પોલીસને જણાવ્યું હતું કે, આ લાશ તામિલનાડુના વતની નૈનતુરઈ એકવ નાડરની છે અને તે તેનો પિતરાઇ ભાઈ હતો. નૈનતુરઈને પીછૈયા ઉર્પે વિજય સન્મુખવેલ નાડરની પત્ની સાથે આડાસંબંધ હોય તેની જાણ પીછૈયા ઉર્ફે વિજયને થતા તેણે અને બસપ્પા ઉર્ફે સુરેશે મળીને નૈનતુરઈની હત્યાને અંજામ આપ્યો હતો.

LCB દ્વારા ત્રણ-ત્રણ વખત કર્ણાટક જઈને શોધવામાં આવ્યો હતો આ પછી પોલીસે 29.07.1990ના તામિલનાડુના વતની પીછૈયા ઉર્ફે વિજય સન્મુખવેલ નાડરને ઝડપી પાડ્યો હતો. જેની ધરપકડ બાદ પૂછપરછ કરતા તેણે કબૂલાત આપી હતી કે, નૈનતુરઈને તેની પત્ની સાથે આડાસંબંધ હોવાથી વારંવાર તે તેની સાથે ઝઘડો કરતી હોય, પત્નીને વતનમાં મૂકી આવ્યો હતો અને ત્યાંથી પરત આવી બસપ્પા ઉર્ફે સુરેશ સાથે મળીને છરીના ઘા ઝીંકી નૈનરતુઈને પતાવી દીધો હતો. કર્ણાટકના વતની બસપ્પા ઉર્ફે સુરેશ ગીરમલા કાવલગુડનું નામ ખુલ્યા બાદ રૂરલ LCB દ્વારા ત્રણ-ત્રણ વખત કર્ણાટક જઈને શોધવામાં આવ્યો હતો. એ સમયે પોલીસે બસપ્પાનું નામ ‘બસામા’ લખ્યું હતું જેથી ત્રણેય વખત તે નામના આધારે તપાસ કરવામાં આવી હતી. જોકે, આ નામે બસપ્પા હાથમાં આવ્યો ન હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *