રાજકોટના કોઠારિયા રોડ પર રહેતા અને મિત્રને આપેલા ઉછીના રૂપિયા પરત નહીં આપી અને તેને આપેલો ચેક રિટર્ન થયાના બનાવમાં કોર્ટે આરોપીને એક વર્ષની સજા અને એક માસમાં રકમ ચૂકવી આપવા અને રકમ નહીં ચૂકવે તો વધુ છ માસની સજાનો હુકમ કર્યો હતો.
શહેરમાં કોઠારિયા રોડ પર સ્વાતિ પાર્કમાં રહેતા પ્રફુલભાઇ રવજીભાઇ વઘાસિયાએ મિત્રના દાવે ધોરાજીના ગોકુલપરામાં રહેતા જયેશ બોરડને રૂ.પાંચ લાખ હાથ ઉછીના આપ્યા હતા જેમા તેને રૂ.2.90 લાખનો ચેક આપેલ હોય જે રિટર્ન થતા કાયદાકીય નોટિસ પાઠવવામાં આવી હતી છતાંસમય મર્યાદામાં રકમ નહીં ચૂકવાતા અંતે રાજકોટની કોર્ટમાં નેગોશિએબલ એક્ટ હેઠળ ફરિયાદ કરી હતી.