IPOમાં રોકાણ કરો તેમાં તમને સારૂ વળતર મળશે એવો વાયદો અને વિશ્વાસ આપી આરોપી પ્રકાશ ચુડાસમાએ કુલ રૂપિયા 2 કરોડ 23 લાખ 70 હજારનું રોકાણ કરાવી તે રકમ ઓળવી જઇ છેતરપીંડી અને વિશ્વાસધાત કરેલ હોવાની ફરિયાદ નોંધાવતા યુનિવર્સીટી પોલીસે આરોપી વિરુદ્ધ IPC કલમ 406, 420 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હું 10 લાખ રૂપિયાનું હાલ રોકાણ કરવા માંગુ છું
ફરિયાદી જીજ્ઞેશ વ્યાસે જણાવ્યું હતું કે, હું ઇમીટેશનનો મારા સાળા રશિમનભાઇ સાથે વેપાર કરૂ છું. પ્રકાશ રતનશી ચુડાસમાને હું છેલ્લા 5 વર્ષથી ઓળખુ છુ. પટેલ વેલ્થની શેરબજારની પુષ્કરધામ મેઇન રોડ ઉપર ઓફિસ આવેલી છે. અહીં જ મારે આ પ્રકાશ સાથે મુલાકાત થયેલ અને તેઓએ મને જણાવેલ કે, તમે IPOમાં રૂપિયા રોકાણ કરો તો તમને ઉંચુ વળતર મળશે અને મને રોકાણ કરવા માટે વિશ્વાસમાં લીધો અને ઊંચુ વળતર મળશે એવો વાયદો કર્યો હતો. જેથી, મે ફેબ્રુઆરી, 2021 શરૂઆતમા પ્રથમ વખત પટેલ વેલ્થમાં નીચે બેઝમેન્ટમાં હું આ પ્રકાશભાઇ ને મળેલ અને તેમણે મને જણાવેલ કે, તમે કેટલુ ઇન્વેસ્ટ કરવા માગો છો. જેથી મે તેમને જણાવેલ કે, હું 10 લાખ રૂપિયાનું હાલ રોકાણ કરવા માંગુ છું. જેથી, પ્રકાશભાઇએ મને તેમના નામનો ચેક આપવા જણાવ્યું. જેથી, મે તેમને રૂપિયા 10 લાખનો ચેક આપ્યો જે ચેક નંબર 000123 તા.10.06.2021 હતા જેની સામે મને પ્રકાશભાઇએ નાણાકીય એડવાન્સ પેટે HDFC બેન્કનો ચેક નં.000057 રકમ રૂપિયા 10 લાખનો ચેક સિકયુરીટી પેટે તથા લખાણ આપેલ હતું.