ગોંડલ નજીક ગુંદાળા અને પાટીદડ ગામ વચ્ચે અકસ્માત

ગોંડલ નજીક વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. ગુંદાળા અને પાટીદડ ગામ વચ્ચે ટ્રેકટર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતાં અકસ્માતમાં એકનું મોત એકને ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અકસ્માત બાદ ટ્રેક્ટર ચાલક ફરાર થઈ ગયો હતો.

ટ્રેકટર અને બાઇક વચ્ચે અકસ્માત થતાં મોટા ઉમવાળાના બાઇક ચાલક શંભુભાઈ સોલંકીનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે બાઇકમાં સવાર ભરતભાઇ પોપટભાઈ કાડેજાને ઇજા પહોંચી હતી. અકસ્માતને લઈને 108 એમ્બ્યુલન્સ અને શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારે ઇજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સ મારફતે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે મૃતકના મૃતદેહને શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ મારફતે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *