ACBએ જેતપુર ટ્રાફિક પોલીસ વતી 3500ની લાંચ લેતા TRB જવાન અને વચેટિયાની ધરપકડ કરી

ફરિયાદી પોતાના બોલેરો પીકઅપ વાહનમાં બળતણના લાકડા ભરી કારખાનાઓમાં સપ્લાય કરવાનું કામ કરતા હોય જેથી ફરિયાદીને દર મહીને તેનું વાહન રોકી હેરાનગતિ નહીં કરવાના તેમજ ગાડી ડીટેઇન નહીં કરવાના અવેજપેટે જેતપુર શહેર ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ પ્રતીક દેવમુરારી અને TRB વિક્રમ ચાવડાએ જેતપુર સીટી પોલીસ સ્ટેશનના 3 મહિનાના રૂ. 3000 તથા જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનના રૂ. 500 મળી કુલ રૂ. 3500ની ગેર કાયદેસરની લાંચની રકમ આરોપી વિક્રમ ચાવડાને આજ સાંજ સુધીમાં આપી જવા જણાવેલ હતું. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય ફરિયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરતા ફરિયાદીની ફરિયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમિયાન આરોપી વિક્રમ ચાવડાએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ રૂ. 3500 પોલીસ વતી નિયમિત રીતે આવી ગેરકાયદેસર લાંચના રકમ સ્વીકારવાનું કામ કરતા જતીન રાજપરાને આપી દેવાનું જણાવેલ.

આજે સાંજે આરોપી જતીન રાજપરા લાંચની રકમ સ્વીકારતા એસીબીએ આરોપી વિક્રમ ચાવડા અને જતીન રાજપરાને ઝડપી પાડી ફરાર હેડ કોન્સ્ટેબલ પ્રતીક દેવમુરારીની શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *