AAPનું 55 હજાર બુથના સંગઠન નિર્માણનું મિશન શરૂ

આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતના તમામ 55 હજાર બુથોના સંગઠન નિર્માણ માટે મિશન વિસ્તાર કાર્યક્રમની શરૂઆત કરી છે. આજે મિશન વિસ્તાર કાર્યક્રમ હેઠળ જૂનાગઢ અને રાજકોટમાં બેઠક યોજવામાં આવી હતી. જેમાં આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલના જામીન મંજૂર કર્યા, આ સત્યની જીત છે. આગામી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સહિત તમામ ચૂંટણીઓની રણનીતિ અને જે પણ લોકો ચૂંટણી લડવા માંગતા હોય તે મુદ્દે આજે ચર્ચા કરવામાં આવી હતી તો આવનારા સમયમાં મહાનગરપાલિકાઓમાં અમે નગર રાજ બીલ રજૂ કરવાના છીએ, આ નગર રાજ બીલ અનુસાર જે પણ સોસાયટી ઈચ્છે તે પ્રમાણે બજેટ ફાળવવામાં આવશે.

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રિમ કોર્ટ દ્વારા જમાનત આપવામાં આવ્યા, એની ખુશીમાં જૂનાગઢ ખાતે આમ આદમી પાર્ટીએ મીઠાઈ વહેંચીને મોઢા મીઠા કરાવ્યા હતા. જ્યારે રાજકોટમા પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું કે, આજે પ્રદેશની તમામ ટીમો મિશન વિસ્તાર કાર્યક્રમ અંતર્ગત સમગ્ર ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં જઈ રહી છે. આ મિશન વિસ્તાર કાર્યક્રમ અંતર્ગત આજે અમે જૂનાગઢ અને રાજકોટની મુલાકાત લીધી. આગામી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સહિત તમામ ચૂંટણીઓની રણનીતિ અને જે પણ લોકો ચૂંટણી લડવા માંગતા હોય તે મુદ્દે આજે ચર્ચા કરવામાં આવી. આવનારા સમયમાં મહાનગરપાલિકાઓમાં અમે નગર રાજ બીલ રજૂ કરવાના છીએ તેના વિશે પણ ચર્ચા કરવામાં આવી. આ નગર રાજ બીલ અનુસાર જે પણ સોસાયટી ઈચ્છે તે પ્રમાણે બજેટ ફાળવવામાં આવશે તે પ્રકારની જોગવાઈ રજૂ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *