AAPના વિવાદાસ્પદ MLA

આજે MLA પદ પરથી રાજીનામું આપનાર આમ આદમી પાર્ટીના નેતા ભૂપત ભાયાણી અગાઉ સુરતની એક હોટેલમાં યુવતી સાથે ઝડપાયા હતા. એ સમયે યુવતીના પતિએ જ એમને હોટેલમાં રંગે હાથ ઝડપી પાડ્યા હતા. વાઇરલ વીડિયો સુરત શહેરની નજીક કડોદરાની એક હોટલના CCTVનો હતો. એ વીડિયોમાં ભૂપત ભાયાણી હોટલમાં યુવતી સાથે રૂમમાં જતાં હોય એવાં દૃશ્યો દેખાયાં હતાં. આ વીડિયોને લઈને અનેક પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું હતું.

વાઇરલ વીડિયોમાં જે સીસીટીવી સામે આવ્યા હતા એમાં મહિલા સાથે જે વ્યક્તિ ઊભી હતી તે ભૂપત ભાયાણી હતા. યુવતી સાથે નજીકનો સંબંધ હોવાને લીધે તેઓ અહીં હોટેલના રૂમમાં સમય પસાર કરી રહ્યા હતા. આ બાબતની જાણ તેના પતિને થતાં તે પોતે અહીં પહોંચી ગયો અને તેના આવતાંની સાથે જ ધારાસભ્ય મોઢા ઉપર રૂમાલ રાખીને હોટલ છોડીને નીકળી ગયા હતા. આ વીડિયો સામે આવતાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય યુવતી સાથે રંગરેલિયા મનાવતા હોવાની વાત રાજકીય રીતે પણ જબરદસ્ત ચર્ચાનો વિષય બની હતી.

આજે રાજીનામું આપનાર વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી સાથેની ટેલિફોનિક વાતચીતમાં તેમણે દરેક પ્રશ્નના જવાબમાં ફક્ત એટલું જ જણાવ્યું હતું કે, આ બાબતે હું હજી કંઈપણ કહેવા માંગતો નથી. હું મારી લીગલ ટીમ સાથે ચર્ચા કરીશ અને ત્યાર બાદ જ મીડિયાની વ્યક્તિઓને આ બાબતે સ્પષ્ટીકરણ આપીશ. મારી લીગલ ટીમ સાથે તમામ બાબતની ચર્ચા કરવાની બાકી છે અને હું ત્યાર બાદ જ નિવેદન આપીશ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *