રાજકોટમાં મેયરના વોર્ડ નંબર 4માં ભાજપના કોર્પોરેટર પરેશ પીપળીયા દ્વારા ગેરકાયદેસર બાંધકામ ખડકી દઈ લોકોને વહેંચી કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવેલો છે. શહેરની ગ્રીનલેન્ડ ચોકડી પાસે તિરૂપતિ બાલાજી સોસાયટીમાં 18 મીટરના રોડમાં કેનાલ ઉપર 6 મીટર જગ્યા પર ગેરકાયદેસર દુકાનો અને મકાનો ઉભા કરી દેવાતા રોડ ટૂંકો થઈ ગયો છે. આ બાંધકામને કારણે અહીં આસપાસ રહેતા 5000 જેટલા લોકોને મુશ્કેલી ભોગવવી પડી રહી છે. આ ઉપરાંત અહીં રોડ-રસ્તાઓ પણ બિસ્માર છે. આ સાથે જ અહીં રહેતા લોકોને રોંગ સાઈડમાં પસાર થવું પડતું હોવાથી દરરોજ વાહનચાલકોને મેમો આવે છે. અહીં સ્થાનિક કોર્પોરેટરો આવીને એમ કહે છે કે, કોઈ કાકરી પણ નહીં હલાવી શકે.
ભાજપ કોર્પોરેટર કહે છે કે, કોઇ કાંકરી તો હલાવી જુએઃ AAP રાજકોટ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા રાહુલ ભુવાએ જણાવ્યું હતું કે, ગ્રીનલેન્ડ ચોકડી પાસે તિરૂપતિ બાલાજી મેઇન રોડ ઉપર મકાનો અને દુકાનો ગેરકાયદેસર રીતે બનાવી નાખવામાં આવ્યા છે. ત્યારે સ્થાનિક કોર્પોરેટર પરેશ પીપળીયા અહીં આવી એવું કહી જાય છે કે, કોઇ કાંકરી તો હલાવી જુએ. આ ગેરકાયદેસર મકાનો અને દુકનને કોઈ વ્યક્તિ ખરીદશે અને ત્યારબાદ મહાનગરપાલિકા તેને ડિમોલિશન કરવા માટે આવશે ત્યારે તેમના બાળકોની આંખમાં કેવા આંસુ હશે તે મ્યુનિસિપલ કમિશનર વિચારી તો જુએ.