AAPના 5 સમર્થકોને સો. મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરવી ભારે પડી

જૂનાગઢમાં આમ આદમી પાર્ટીના 5 સમર્થકોને સોશિયલ મીડિયામાં મહિલા પોલીસ અધિકારી વિશે જાતીય અને અભદ્ર ટિપ્પણી કરવી ભારે પડી છે. 1 ઓગસ્ટના રોજ વિસાવદર પોલીસ સ્ટેશને મેંદરડાનાં મહિલા PSI અને ગોપાલ ઈટાલિયા વચ્ચે શાબ્દિક ટપાટપી પણ જોવા મળી હતી. જેનો વીડિયો વાઈરલ થતાં આ પાંચે શખસોએ અભદ્ર કોમેન્ટ્સ કરી હતી. જે બાદ તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવી છે. જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે આ પાંચેય આરોપીઓને રાજકોટ, સુરત, અમદાવાદ અને જૂનાગઢમાંથી ઝડપી પાડ્યા છે. આ સમગ્ર ઘટનાક્રમ જૂનાગઢ પોલીસની ‘ઝીરો-ટોલરન્સ’ નીતિ દર્શાવે છે.

શું હતી સમગ્ર ઘટના આ સમગ્ર મામલાની શરૂઆત વિસાવદર પોલીસ સ્ટેશનમાં થઈ હતી. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ સરકારી અનાજના થઈ રહેલાં કાળાં બજાર મામલે વિસાવદર પોલીસ સ્ટેશને 1 ઓગસ્ટે રાત્રિના ધામા નાખતાં મામલો ગરમાયો હતો. આ દરમિયાન મેંદરડાનાં મહિલા PSI એસ.એન. સોનારા સહિતના અધિકારીઓ તેમને સમજાવવા ત્યાં પહોંચ્યા હતા. ઈટાલિાયાએ અનાજમાફિયાઓ સામે ગુનો નોંધવાની માગ કરી હતી તો બીજી તરફ પોલીસે આ મામલો ચોરીનો ન હોવાથી પુરવઠા વિભાગમાં ફરિયાદ કરવા કહ્યું હતું. આ સમયે જ મેંદરડાનાં મહિલા PSI એસ.એન.સોનારા અને ગોપાલ ઈટાલિયા વચ્ચે શાબ્દિક ટપાટપી પણ જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *