શહેરના 150 ફૂટ રિંગ રોડ પર બાલાજી હોલ નજીક આલાપ એસ્ટોરિયા સાઈટ પાસે બિલ્ડિંગના આઠમા માળેથી પટકાતાં યુવકનું મોત નીપજ્યું છે. શહેરના 150 ફૂટ રિંગ રોડ પર બાલાજી હોલ નજીક આવેલી આલાપ એસ્ટોરિયા બિલ્ડિંગ પાસેથી વહેલી સવારે ઇજાગ્રસ્ત હાલતમાં યુવાન નજરે પડતા, તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
બનાવ અંગે રાજકોટ તાલુકા પોલીસને જાણ થતાં પોલીસે હોસ્પિટલ પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે જણાવ્યા અનુસાર, મૃતક યુવાનના સહકર્મીએ જણાવ્યા અનુસાર, તેનું નામ શાહબુદ્દીન સિરાજુદ્દીનહતું. તે છેલ્લા પાંચેક વર્ષથી કેતનભાઇ તલસાણિયાને ત્યાં ફર્નિચરનું કામ કરતો હતો. નવી બાંધકામની સાઈટ પર આઠમા માળે ફર્નિચરનું કામ ચાલતું હતું.
જે દરમિયાન રાત્રિના કોઈ કારણસર યુવક નીચે પટકાઈ ગયો હતો. પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે.