કાનમાં હેન્ડસ ફ્રી ભરાવી પાટા ઓળંગી રહેલા યુવાનનું ટ્રેનની ઠોકરે મોત

શહેરમાં ગોંડલ રોડ પર રિદ્ધિસિદ્ધિ સોસાયટી નજીક ટ્રેનની ઠોકરે ચડી જતા એક અજાણ્યા યુવકનું મોત થતા આજી ડેમ પોલીસ મથકના જમાદાર જયદેવભાઇ બોસિયા સહિતના સ્ટાફે તપાસ કરતા મૃતકે કાનમાં હેન્ડસ ફ્રી ભરાવી હોવાનું અને પાટા ઓળંગતી વેળાએ આ બનાવ બન્યો હોય અને તેની પાસેથી નવા કપડાં ભરેલી બેગ પણ મળી આવી હતી. પોલીસ તપાસમાં યુવક મૂળ ગોધરાનો વતની અને અહીં મજૂરીકામ કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસે તેના પરિવારને જાણ કરતા તે આવ્યા બાદ વધુ તપાસ હાથ ધરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *