રાજકોટ શહેરમાં છેલ્લા 24 કલાકમાં વધુ બે આત્મહત્યાની ઘટના સામે આવી છે, જેમાં એક યુવાન અને એક પરિણીતાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસ દરમિયાન યુવાનની પ્રેમિકાએ અન્ય જગ્યાએ સગાઇ કરી લીધી હોવાની જાણ થતા તેને લાગી આવતા ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જયારે પરિણીતાના મોત અંગે પરિવારજનો પણ અજાણ હોય. જેથી, પોલીસે જરૂરી કાર્યવાહી કરી આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
108ના EMTએ યુવકને તપાસી મૃત જાહેર કરી પોલીસને જાણ કરી રાજકોટના કાલાવડ રોડ પર સંધ્યાટાણું હોટલની પાછળ આવળ ડ્રાઈવિગ પાર્કમાં રહેતો અને ખાનગી કંપનીમાં નોકરી કરતો 26 વર્ષીય પાર્થ હરશીભાઈ બારડ નામના યુવકે બપોરે 2 વાગ્યા આસપાસ પોતે ગળાફાંસો ખાઈ લીધો હતો. પરિવારને આ બનાવ અંગે જાણ થતાં તુરંત યુવકને નીચે ઉતારી 108 બોલવામાં આવી હતી 108ના EMTએ યુવકને તપાસી મૃત જાહેર કરી પોલીસને જાણ કરી હતી. આ બનવાની જાણ થતા યુનિવર્સિટી પોલીસ સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવકને કોડીનારની યુવતી સાથે પ્રેમ સબંધ હોય અને તેણીની સગાઈ અન્ય જગ્યાએ નક્કી થઈ જતાં યુવતીએ પાર્થને સોશિયલ મીડિયામાં બ્લોક કરી દીધો હતો જે વાતનું લાગી આવતા મૃતક પાર્થે આ પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.