સમૂહલગ્નમાં જતા કોઠારિયાના યુવકનું બાઇક સ્લિપ થતાં મોત

શહેરમાં કોઠારિયા ગામે રહેતા યુવકનું ખોખડદળ ગામ પાસે બાઇક સ્લિપ થતા તેનું મોત નીપજતા તેના પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કોઠારિયા ગામે રહેતો ભાવેશ નીલેશભાઇ ધાડવી (ઉ.19) શનિવારે તેનું બાઇક લઇને જતો હતો ત્યારે ખોખડદળ પાસે બાઇક સ્લિપ થતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

બનાવના પગલે આજી ડેમ પોલીસ મથકના જમાદાર હરસુખભાઇ ડાંગર સહિતે તપાસ કરતા મૃતક યુવક બે ભાઇમાં મોટો હતો અને કારખાનામાં મજૂરીકામ કરી પરિવારને આર્થિક મદદ કરતો હતો. તેમજ ખોખડદળ ગામે જ્ઞાતિના સમૂહલગ્ન હોય જેથી તેના ઘેરથી ત્યાં જતા હતો અને આ બનાવ બન્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *