જંગલેશ્વરના યુવાનનું અટિકા વિસ્તારમાં ભંગારના ડેલામાં ખુરશીમાં બેઠા બાદ બેભાન હાલતમાં મોત નીપજ્યું

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આવેલ ગોકુલનગર શેરી નં.3માં રહેતો નાઝીમ સમશુદીન અંસારી (ઉ.વ.19) આજે સવારે 10 વાગ્યે અટિકા ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં શમ્સ સ્ટીલ કોર્પોરેશનના ભંગારના ડેલામાં હતો જયાં ખુરશી પર બેઠા-બેઠા બેભાન થઈ જતા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા મૃત જાહેર કરાયો હતો. તે બે ભાઈ ત્રણ બહેનમાં વચેટ હતો અને તેનું મૂળ વતન ઉત્તરપ્રદેશ હોવાનું જાણવા મળેલ છે. પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી જેના પ્રાથમિક તારણમાં યુવકનું હાર્ટ એટેકથી મોત થયા હોવાનું સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *