બળધોઈ ગામના 27 વર્ષીય યુવકે ઝેરી દવા પીને જીવનનો અંત આણી દીધો હતો. વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.
બળધોઇ ગામના વિજયભાઈ હકાભાઇ ધરજીયા નામના ટ્રક ડ્રાઈવરે રસ્તા પર ગાડી ઉભી રાખી ઝેરી દવા પી લીધી હતી. જાણવા મળ્યા અનુસાર ત્રણ ભાઈમાં વિજય નાનો હોય અને અપરણિત હતો. જો કે તેણે આપઘાત શા માટે કરી લીધો એ કારણ અકળ રહ્યું છે.
જસદણ સિવિલ હોસ્પિટલ તેમના મૃતદેહને પીએમ માટે લવાયો હતો હવે આગળની તપાસ પોલીસ કરી રહી છે ઘટના સ્થળે સરધાર પોલીસ દોડી ગઇ હતી