ધોરાજીનાં વેગડી ગામે ભાદર નદીનાં પૂલ પર થી ઉંડા પાણીમાં યુવાને ઝંપલાવ્યું હોવાની ઘટનાની પોલીસને જાણ થતાં પોલીસે તરવૈયાઓની ટીમ રવાના કરી હતી અને ટીમે નદીના પાણી ડહોળવાનું શરૂ કર્યું હતું. જો કે તરવૈયાઓને યુવાનની લાશ જ હાથ લાગી હતી. પોલીસે લાશનો કબજો લઇ તેની ઓળખ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં પોલીસને જાણવા મળ્યું હતું.
ભાદર નદીના વેગડી પાસેથી યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસની પ્રાથમિક તપાસમાં આ મુતદેહ ઘનશ્યામભાઈ ધૂસાભાઈ ઉ.વ. 37 હોવાનું ખુલવા પામ્યું હતું. મૃતદેહને પોલીસે પીએમ માટે જામકંડોરણા સરકારી હોસ્પિટલ ખાતે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે.