વિજય ધીરુભાઈ સોલંકી (ઉ.વ.20) ગઈકાલે રાત્રે 11.30 વાગ્યે ઘરેથી પાન ફાકી ખાવા માટે બહાર નીકળો હતો અને પોતાનું બાઈક લઈને જતો હતો. ત્યારે અચાનક ગોળાઈ પાસે રામવનના ગેટ નજીક સામેથી આવતું બાઈક અથડાઈ ગયું હતું અને વિજયને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેને તત્કાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં મોડી રાત્રે તેનું મોત નીપજ્યું હતું. સામે પક્ષે જે અન્ય બાઇક ચાલક હતો તેનું નામ સુનિલ મુન્નાભાઈ ધરજીયા (ઉં.વ.18) તેને પણ હાથમાં ફ્રેક્ચર જેવી ઈજા થતા સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. વિજય બે ભાઈમાં મોટો અને અપરણિત હતો. પિતા હાલ હયાત નથી. વિજય કારખાનામાં વાયરમેનનું કામ કરતો હતો. પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
અન્ય બનાવમાં જસદણના આદમજી રોડ ઉપર નદી કાંઠે રહેતા 25 વર્ષીય સુરેશ વિભાભાઈ માનપલિયાએ ગઈકાલે સવારે 9 વાગ્યે પોતાના ઘરે એસિડ પી લીધું હતું. તેમના ઘરે કોઈ હાજર નહોતું ત્યારે સુરેશે આ પગલું ભર્યું હતું બાદમાં પાડોશીને જાણ થતા સુરેશને પ્રથમ જસદણ સરકારી હોસ્પિટલ બાદ પરિવારને જાણ થતા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હ.તો જ્યાંથી તેને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન ગઈકાલે સાંજે 7 વાગ્યા આસપાસ સુરેશનું મોત નીપજ્યું હતું. પરિવારજનોએ જણાવ્યું કે, સુરેશ ત્રણ ભાઈમાં નાનો હતો અને અપરણિત હતો. તે મજૂરી અને ખેતી કામ કરતો હતો. તેને નશાની ટેવ હોવાથી બીમાર રહેતો હતો. બે મહિનાથી તેની દવા ચાલુ હતી અને બીમારીથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનું અનુમાન છે.