રાજકોટ અમદાવાદ હાઇવે પર કારચાલકે બાઈકને હડફેટે લેતા યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું

ફરિયાદી ભીમાભાઈ ચોથાભાઈ સોલંકી (ઉ.વ.62)એ જણાવ્યું હતું કે, ગઇ તા.19.02.2025ના રોજ સાંજના 6.30 વાગ્યા આસપાસ મારો દિકરો વિજય બાઇક લઇને હીરાસર ગામથી રાજકોટ અમદાવાદ હાઇવે પર બામણબોર ગામ પાસે આવેલ બંસલ પેટ્રોલપંપ ખાતે મોટર સાયકલમાં પેટ્રોલ ભરાવવા માટે ગયો હતો પરત હીરાસર ગામ તરફ આવવા માટે રોડ ક્રોસ કરતો હતો દરમીયાન ચોટીલા તરફથી એક અર્ટિગા કાર જીજે.10.ઇસી.5959 પુરપાટ ઝડપે આવી વિજયને હડફેટે લઇ રોડ પર પછાડી દીધો હતો જેથી વિજયને માથાના પાછળના ભાગે તથા ડાબા પગમા ઘુંટણથી નીચે ઇજા થયેલ હતી. તેને કુવાડવા સરકારી હોસ્પિટલ લઇ ગયેલ હતા. ત્યાં વિજય બેભાન હાલતમાં હતો તેને વધુ સારવાર માટે 108માં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કર્યો હતો. ત્યાં ડોકટરે વિજયને જોઈ તપાસી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાનુ જણાવતા અમે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા જ્યાં ચાલુ સારવાર દરમીયાન તા.22.02.2025 ના રોજ વિજયનું મોત થયું હતું. બનાવ અંગે એરપોર્ટ પોલીસે અર્ટિગા કારના ચાલક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય બનાવમાં રાજકોટ તાલુકા પોલીસ ટિમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન મળેલી બાતમીના આધારે મહિલાનો ચેન સેરવી લેવાના ગુનામા મહિલાને કોરાટ ચોક પાસેથી ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ઝડપાયેલી મહિલાનું નામ પૂછતાં નિકિતા ઉર્ફે નીરૂ અલ્પેશ સાવલિયા (ઉ.વ.42) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસેથી રૂપિયા 30 હજારની કિંમતનો ચેન કબજે કરી જરૂરી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે ઝડપાયેલ કુખ્યાત મહિલા તસ્કર સામે અગાઉ રાજકોટના ગાંધીગ્રામ, ભક્તિનગર, બી-ડિવિઝન, ડીસીબી માલવીયા તેમજ ગીર સોમનાથના ઉના, સુરતના ખટોદર પોલીસ સ્ટેશનમાં ચોરી જુગાર સહિતના કુલ 9 ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *