મવડી પાસેના સિટી પ્લાઝા કોમ્પ્લેક્સમાં રહેતા યુવક પોતાના ઘેર ગ્રીલ મશીનથી કામ કરતી વેળાએ બીજા માળેથી પટકાતાં તેનું મોત નીપજ્યું હતું. સિટી પ્લાઝા કોમ્પ્લેક્સમાં રહેતા અભિષેકભાઇ ચંદુભાઇ કુવાડ પોતાના ઘેર ગ્રીલથી બોલ્ટ ખોલતી વેળાએ બીજા માળેથી પટકાતાં તેને ગંભીર ઇજા સાથે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
અન્ય બનાવમાં બેડી ગામે રહેતા મોહનભાઇ જાદવભાઇ નંદાણિયા (ઉ.61) તા.2ના રોજ તેના ગામમાં વિશાલ રેસ્ટારન્ટ નજીક પાનની દુકાન પાસે બેઠા હતા ત્યારે સુરેશ તેમને જોઇને અમારી શેરીમાંથી કેમ નીકળે છે ? અમારી ડેલી સામે જોતો નહીં તેમ કહી જતો રહ્યો હતો. બાદમાં ઘેર જઇને વૃદ્ધે પત્નીને વાત કરી હતી અને રાત્રીના ઘેર હતા ત્યારે સુરેશ ઘેર આવ્યો હતો અને તમારા ઘરવાળાને બહાર કાઢતા નહીં નહીંતર તેના હું ટાંટિયા ભાંગી નાખીશ.