માયાણી ચોક પાસે ધૂમ બાઇકની ઠોકરે ઘવાયેલા યુવાનનું મોત

શહેરના મવડી પ્લોટ પાસેના ચંદ્રેશનગર નજીક આસોપાલવમાં રહેતા વિજયસિંહ પ્રતાપસિંહ ચાવડા (ઉ.વ.37) તા.30-7 ના રોજ પગપાળા જતા હતા ત્યારે માયાણી ચોક પાસે બેકાબૂ બાઇકે ઠોકરે લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જેનું સારવાર દરમિયાન મોત નીપજતા માલવિયાનગર પોલીસ મથકના પીએસઆઇ વાસાણી સહિતના સ્ટાફે તપાસ કરતા મૃતક ત્રણ ભાઇમાં મોટા અને અપરિણીત હોવાનું અને ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતા હોય અને નોકરી કરી ઘેર જતા હતા અને અકસ્માત થયો હોવાનું અને અકસ્માત બાદ બાઇકચાલક નાસી ગયો હોવાનુ બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *