મોરબી રોડ પર સાગર પાર્ક શેરી નં.4માં રહેતો ભુપત નરશીભાઇ જીંજુવાડીયા (ઉ.વ.41)નામનો યુવાન આજે વહેલી સવારે જામનગર રોડ પર પરાપીપળીયા ફાટક પાસે ટ્રેન નીચે કપાઇ જતાં તેનું મોત નીપજ્યું હતું. બનાવથી જાણ થતાં રેલવે પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતકને સંતાનમાં એક પુત્ર અને ચાર પુત્રી હોવાનું સામે આવ્યું છે. તેમજ દારૂ પીવાની કુટેવ ધરાવતો હોય અવાર-નવાર ઘરેથી નીકળી જતો હતો ત્યારે આ વખતે બે દિવસ પહેલા ઘરેથી નીકળી ગયા બાદ આજે પરાપીપળિયા પાસે ટ્રેનની ઠોકરી મોત નીપજ્યું હતું તો બનાવ આપઘાત કે અકસ્માત તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.